JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(ABCA\) ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે \(AB\) ભાગ દરમ્યાન \(40 \,J\) ઉષ્માનું શોષણ કરે છે, \(BC\) ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને \(CA\) ભાગ દરમ્યાન \(60 \,J\) ઉષ્મા પાછી ફેંકે છે. જો \(BC\) ભાગ દરમ્યાન વાયુ પર \(50 \,J\) કાર્ય થાય છે. વાયુની \(A\) સ્થાન આગળ આતંરિક ઊર્જા \(1560 \,J\) છે. \(CA\) ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... \(J\) થશે.

- A \(20\)
- B \(30\)
- C \(-30\)
- D \(-60\)
Answer & Solution
Correct Answer
(B) \(30\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta Q_{\text {cycle }}=40-60=\Delta W\) \(\Rightarrow \Delta W =-20 J = W _{ BC }+ W _{ CA }\) \(\Rightarrow W _{ CA }=-20 J - W _{ BC }\) \(=-20-(-50)\) \(=30\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દળ m, વિદ્યુતભાર q અને લંબાઈ \(l\) ધરાવતા એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i}\) માં મૂકવામાં આવે છે. જ્યારે ડાયપોલને તેની સંતુલન સ્થિતિમાંથી સહેજ કોણીય સ્થાનાંતર આપીને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેના દોલનોનો આવર્તકાળ કેટલો હશે?JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(b\) ત્રિજ્યા ધરાવતી તક્તી માં \(a\) ત્રિજ્યા ધરાવતો હૉલ છે.જો તક્તીનું દળ પ્રતિ ક્ષેત્રફળ \(\left( {\frac{{{\sigma _0}}}{r}} \right)\)મુજબ બદલાતું હોય તો તક્તી કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?
JEE Mains 2019 Hard - બે સમાન દળ \(m\) ધરાવતા બ્લોક \(A\) અને \(B\) સમક્ષિતિજ સપાટી પર \(L\) લંબાઈ અને \(K\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગથી જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ત્રીજો \(m\) દળનો બ્લોક \(C\) એ \(v\) વેગથી \(A\) ને અથડાય છે. તો સ્પ્રિંગનું મહતમ સંકોચન કેટલું થાય?
JEE Mains 2021 Hard - બે \(m\) અને \(M\) દળ ધરાવતા બ્લોકને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો \(M = 2 m\) હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?
JEE Mains 2013 Hard - નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): \(30 \times 10^{-5}\,Cm\) દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય. કરણ \(R\): વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં \(h < < R\) અને \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(m,n > 0\) માટે \(\alpha(m, n)=\int \limits_0^2 t^m(1+3 t)^n d t\). જો \(11 \alpha(10,6)+18 \alpha(11,5)=p(14)^6\) હોય,તો \(p=...........\).JEE Mains 2023 Hard
- બે અંનત લંબાઇના સમાન તારોને \(90^o\) પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો \(LP\) અને \(QM\) એ \(x-\)અક્ષ તરફ રહે જ્યારે ખંડો \(PS\) અને \(QN\) એ \(y-\)અક્ષ ને સમાંતર હોય. જો \(OP =OQ=4\, cm\) અને પર \(10^{-4}\,T\) ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને \(O\) પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. \((\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})\)
JEE Mains 2019 Hard - શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?JEE Mains 2016 Medium
- \(T\) તાપમાને એક વાયુમિશ્રણ એ \(3\) મોલ ઑકિસજન અને \(5\) મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?JEE Mains 2019 Medium
- તારના અવરોધ (\(R\)) ને નિર્ધારિત કરવા માટે, નીચે એક પરિપથ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પરિપથ માટે વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ્સ માટે \(V-I\) લાક્ષણિક વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. \(\mathrm{R}\) નું મૂલ્ય _______\(\Omega\) છે.
JEE Mains 2024 Hard - એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા \(I\) છે. બે પોલેરોઇડ્સ \({P}_{1}\) અને \({P}_{2}\) ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \({I} / 2\) મળે, તો \({P}_{2}\) ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \(\frac{3 I}{8}\) મળે?JEE Mains 2021 Medium