STD 11 - થર્મોડાયનેમિક્સ ના બધા પ્રશ્નો
નવા પહેલા166 માંથી 151–166 પ્રશ્નો
- 151. રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન \(250\, K\) અને \(300\, K\) વચ્ચે કાર્ય કરે છે.તે નીચા તાપમાનના સ્ત્રોતમાથી \(500\, cal\) ઉષ્મા મેળવે છે.તો રેફ્રિજરેટરમાં થતું કાર્ય ..... \(J\) હશે. 2018 મધ્યમ
- 152. \(n\) મોલ આદર્શ વાયુ એન્જિન \(ABCD\) પથ પર ચક્રિય પ્રક્રિયા કરે છે તો એન્જિનની ઉષ્મા કાર્યક્ષમતા કેટલી થાય? (\(C_v =1 .5\, R\), \(R-\) વાયુ અચળાંક)
2017 અઘરું - 153. \(200\,g\) પાણી ને \(40\,^oC\) થી \(60\,^oC\) સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... \(kJ\) હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4184\,J/kgK\) ) 2016 મધ્યમ
- 154. આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે, \(‘n’\) મોલ આદર્શ વાયુ પ્રક્રિયા \(A\)\( \to \) \(B\) માં પસાર થાય છે. આ પ્રક્રિયામાં આ વાયુનું અધિકતમ તાપમાન હશે.
2016 અઘરું - 155. કાર્નોટ ફ્રીજર \(0\,^oC\) તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને \(27\,^oC\) તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા \(336 \times 10^3\, J\,kg^{-1}\) છે. આ ફ્રીજર દ્વારા \(0\,^oC\) તાપમાનવાળા \(5\, kg\) પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? 2016 અઘરું
- 156. સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? 2016 મધ્યમ
- 157. \(1\) \(J^o C^{-1}\) જેટલી અચળ ઉષ્માધારિતા \((heat\) \(capacity)\) ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે. \((i)\) \( 2\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે. \((ii)\) \(8\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક \(100^o \) \(C\) તાપમાનથી અંતિમ \(200^o \) \(C\) તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે. 2015 મધ્યમ
- 158. \(T\) તાપમાને રહેલ એક \(R\) ત્રિજયાના પોલા ગોળાને ધ્યાનમાં લો. તેની અંદર રહેલા કાળા-પદાર્થ વિકિરણને,જેની એકમ કદ દીઠ આંતરિક ઊર્જા \(E=\) \(\frac{U}{V} \propto {T^4}\) અને દબાણ \(P = \frac{1}{3}\left( {\frac{U}{V}} \right)\) ધરાવતા ફોટોનના બનેલા આદર્શ વાયુ તરીકે વિચારી શકાય. હવે જો આ પોલો ગોળો જો સમોષ્મી વિસ્તરણ અનુભવે તો \(T\) અને \(R\) વચ્ચેનો સંબંધ: 2015 અઘરું
- 159. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
2014 સરળ - 160. અચળ દબાણ \(100\, N/m^2\) એ વાયુનું કદ \(2\,m^3\) થી \(1\,m^3\) થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા \(150\, J\) ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય? 2014 મધ્યમ
- 161. બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ \(50\%\) કરવા \(830\, J\) કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... \(K\) હશે? \((R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )\) 2014 મધ્યમ
- 162. ગેસ \(PV = nRT + \alpha V\) સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં \(n\) એ મોલની સંખ્યા અને \(\alpha \) ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે \(T_o\) અને \(P_o\) છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે? 2014 અઘરું
- 163. કાર્નોટ એન્જિન \(127\,^oC\) તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી \(1000\,J\) ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં \(600\,J\) ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે? 2014 અઘરું
- 164. આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં \(32\) ગણી થાય છે.જો અંતિમ દબાણ \(128\,atm\) હોય તો વાયુ માટે \(\gamma \) નું મૂલ્ય કેટલું હશે? 2013 મધ્યમ
- 165. આપેલ વાયુ નું વિસ્તરણ \(V_1\) થી \(V _2\) અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
2013 મધ્યમ - 166. ઉપરોકત \(P-V\) આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે.
2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.