JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(499\) છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી \(4 \pi \times 10^{-7}\;{H} / {m}\) છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી \(....\,\pi \times 10^{-4} {H} / {m}\) હશે.
- A \(4\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu=\mu_{o}\left(1+x_{m}\right)\) \(=4 \pi \times 10^{-7} \times 500\) \(=2 \pi \times 10^{-4} \,{H} / {m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(m \) દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે \(m\) દળ અને \(R\) ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
JEE Mains 2014 Medium - જો પૃષ્ઠતાણ \((S)\), જડત્વની ચાકમાત્રા \((I)\) અને પ્લાન્કનો અચળાંક \((h)\) ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો રેખીય વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થશે?JEE Mains 2019 Hard
- \(R\) ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક \(\mu_1\) અને બીજા લેન્સનો વક્રીભવનાંક \(\mu_2\) હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
JEE Mains 2019 Hard - \(10^4\) આંટાઓ ધરાવતા ગૂંચળાનું પ્રેરકત્વ 10 mH છે અને તેને \(10 \Omega\) ના આંતરિક અવરોધવાળા 10 V ના dc સ્ત્રોત સાથે જોડેલ છે. જ્યારે પ્રવાહ તેના મહત્તમ મૂલ્યના \(\left(\frac{1}{ e }\right)\) ગણો થાય છે ત્યારે પ્રેરકમાં ઊર્જા ઘનતા \(\alpha \pi \times \frac{1}{ e ^2} J / m ^3\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} Tm / A \right)\).JEE Mains 2026 Easy
- નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- \(1.2 \times 10^{-30} \,Cm\) અને \(2.4 \times 10^{-30} \,Cm\) દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતી બે વિદ્યુત દ્વિ-ધ્રુવીઓને અનુક્રમે બે \(5 \times 10^{4}\) \(NC ^{-1}\) અને \(15 \times 10^{4} \,NC ^{-1}\) જેટલા નિયમીત વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. વિદ્યુત દ્વિ-ધુવીઓ દ્વારા અનુભવતા મહત્તમ ટોર્કનો ગુણોત્તર \(\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે.JEE Mains 2022 Medium
- એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
JEE Mains 2021 Medium - ફોટો કેથોડ મહતમ \(400\, nm\) તરંગલંબાઈ પારખી શકે તો તેની બેન્ડગેપ ઊર્જા કેટલી હશે? પ્લાંક અચળાંક \(h=6.63 \times 10^{-34}\, J . s\) પ્રકાશનો વેગ \(c =3 \times 10^{8}\, m / s\)JEE Mains 2020 Easy
- સિઝિયમ (Cs) અને લિથિયમ (Li) ધાતુઓના કાર્યવિધેય અનુક્રમે 1.9 eV અને 2.5 eV છે. જો આપણે 550 nm તરંગલંબાઈનો પ્રકાશ આ બે ધાતુની સપાટીઓ પર આપાત કરીએ, તો ફોટોઇલેક્ટ્રિક અસર નીચેના કયા કિસ્સામાં શક્ય છે?JEE Mains 2025 Medium
- આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.
JEE Mains 2022 Medium - વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium