ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 68 પ્રશ્નો. ચુંબકીય દ્રવ્યો સૌથી વધુ પૂછાય છે.

68પ્રશ્નો
6ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 66% અઘરું 24%

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના બધા પ્રશ્નો

નવા પહેલા

68 માંથી 51–68 પ્રશ્નો

  1. 51. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ  \(X\) અને \(Y\)ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી \(d\) અંતરે મુકેલ છે.\(Y\) ની ડાયપોલ મોમેન્ટ \(X\) ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ \(P\) પાસેથી સમક્ષિતિજ સાથે \(\theta  = 45^o\) ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? (\(d\) નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)
    2019 અઘરું
  2. 52. એક અનુચુંબકીય પદાર્થને \(1 \,cm\) બાજુ ધરાવતા એક ઘન સ્વરૂપે લેવામાં આવે છે. જ્યારે ચુંબકીય તીવ્રતા \(60\times 10^3\, A/m\) આપવામાં આવે ત્યારે તેની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \(20 \times 10^{-6}\,J/T\) થાય છે. તેની ચુંબકીય સસેપ્ટીબિલીટી કેટલી હશે? 2019 મધ્યમ
  3. 53. એક ચુંબકીય દ્રવ્યમાંથી સમાન દ્રવ્યમાન અને સમાન ત્રિજ્યાનો એક પાટો (Hoop) અને એક ઘન નળાકાર બનાવેલ છે. ઘન નળાકાર કરતા આ પાટા (Hoop) ની ચુંબકીય ચોકમાત્રા બમણી છે. તેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મુકવામાં આવે છે કે તેમની મધ્ય અક્ષ આ ક્ષેત્ર સાથે નાનો કોણ બનાવે. જો પાટા (Hoop) અને નળાકારના દોલનનો આવર્તકાળ અનુક્રમે \(T_h\) અને \(T_c\) હોય તો .... 2019 મધ્યમ
  4. 54. એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને \(45^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(30\) વખત અને \(30^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(40\) ભ્રમણ કરે છે.જો \(B_1\) અને \(B_2\) એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર \(B_1/B_2\) કેટલો થાય? 2019 મધ્યમ
  5. 55. કોઈ અનુંચુંબકીય (પેરામેગ્નેટીક) પદાર્થમાં \(10^{28}\) પરમાણુ પ્રતિ \(m^3\) માં રહેલા છે. તેની \(350\, K\) તાપમાને ચુંબકીય સસેપ્ટિબિલીટી \(2.8\times 10^{-4}\) છે.તો તેની \(300 \,K\) તાપમાને સસેપ્ટિબિલીટી કેટલી થશે? 2019 મધ્યમ
  6. 56. એક ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(B-H\) વક્ર આપેલ છે. આ ફેરોમેગ્નેટને \(1000\) આંટા\(/cm\) ધરાવતા લાંબા સોલેનોઈડનો અંદર મુકેલ છે. આ ફેરોમેગ્નેટીક પદાર્થને સંપૂર્ણપણે ચુંબકીયક્ષેત્રરહિત કરવા માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ?
    2018 મધ્યમ
  7. 57. \(6.7 \times 10^{-2} \) \(Am^2\) ચુંબકીય ચાકમાત્રા અને \(7.5 \times  10^{-6}\) \( kgm^2\) જડત્વની ચકામાત્રા ધરાવતી એક ચુંબકીય સોય \(0.01\) \( T\) ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત દોલન કરે છે.\(10\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય.......\(s\) છે : 2017 મધ્યમ
  8. 58. અચળ ચુંબકીયક્ષેત્રમાં રહેલ ચુંબકીય ડાઈપોલ પાસે શું હોય? 2017 મધ્યમ
  9. 59. એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta  = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને  \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? 2016 અઘરું
  10. 60. \(500\) આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ \(25\,cm\) અને ત્રિજ્યા \(2\,cm\) છે જેમાથી \(15\,A\) નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને \(\vec M\) (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો \(\left| {\vec M} \right|\) નું મૂલ્ય કેટલુ \(A\;m^{-1}\) માં કેટલું હશે? 2015 મધ્યમ
  11. 61. પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી \(30\, cm\) અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ \(Am^2\) માં લગભગ કેટલું હશે? (\(\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}\) \(SI\) એકમમાં અને \(B_H\, =\) ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(= 3.6\times10^{-5}\, tesla\)) 2015 મધ્યમ
  12. 62. \(d\) લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી \(x, (x > > d)\) અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ \(x^{-n}\) ના સમપ્રમાણમાં હોય તો \(n\) કેટલો હશે?
    2014 અઘરું
  13. 63. નાના ચુંબકની કોરસીવીટી \(3 \times 10^3\) \( Am^{-1}\) છે કે જયાં ફેરોમેગ્નેટને ડીમેગ્નેટાઇટ કરેલ છે.\(10\) \(cm\) લાંબા અને \(100\) આંટા ધરાવતા સોલેનોઇડની અંદર ચુંબકને ડીમેગ્નેટાઇઝ્‍ડ થવા માટે જરૂરી પ્રવાહ 2014 મધ્યમ
  14. 64. સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને \(B\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર \(B_s\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો .... 2014 મધ્યમ
  15. 65. ત્રણ એકસરખા ગજિયા ચુંબક \(A, B\) અને \(C\) અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક \((D)\), ફેરોમેગ્નેટિક \((F)\) અને પેરામેગ્નેટિક \((P)\) મુજબ ગોઠવો.
    2014 મધ્યમ
  16. 66. વિષુવવૃત પાસે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર લગભગ \(4 \times 10^{-5}\, T\) જેટલું છે.જો પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^6\, m\) જેટલી હોય તો પૃથ્વીની ચુંબકીય મોમેન્ટ ક્યાં ક્રમની હશે? 2014 મધ્યમ
  17. 67. બે ટૂંકા અને સમાન \(1 \) \(cm \) લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(1.20\) \( Am^2\) અને \(1.00\) \( Am^2\) છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ \((N)\) દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર \(20.0\) \( cm \) છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ \(O\) આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય \(3.6 \times  10^{-5}\) \(Wbm^{-2}\) લો. ) 2013 અઘરું
  18. 68. પૃથ્વીની ચુંબકીયરેખાઑ પૃથ્વીના કેન્દ્ર પર રહેલા ડાઈપોલને મળતી આવે છે. જો ડાઈપોલની ચુંબકીય મોમેન્ટ \(8 \times 10^{22}\, Am^2\) જેટલી હોય તો, પૃથ્વીના વિષુવવૃતની પાસે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા \(Gauss\) હશે? (પૃથ્વીની ત્રિજ્યા\(= 6.4 \times 10^6\, m\)) 2013 મધ્યમ