JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ \((G)\) માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને \(\frac{1}{3}\) આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ \(G\) નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે\(?\)
- A \(\frac{1}{3}\) આવર્તનની રીતનો ઉપયોગ \(G\) ના માપન માટે કરી શકાય નહી.
- B \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ કરી શકાય અને આ કિસ્સામાં \(G\) શંટ અવરોધ \((s)\) ના મૂલ્ય કરતાં બમણો મળે છે.
- C \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ કરી શક્ય અને આ કિસ્સામાં \(G=3( s )\) થશે.
- D \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ કરી શકાય અને આ કિસ્સામાં \(G=( s )\) થશે.
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ કરી શકાય અને આ કિસ્સામાં \(G\) શંટ અવરોધ \((s)\) ના મૂલ્ય કરતાં બમણો મળે છે.
Step-by-step Solution
Detailed explanation
\(\Rightarrow\left( I - I _{ g }\right) S = I _{ g } G\) \(\frac{I_{g}}{I}=\frac{S}{S+G}\) \(\Rightarrow \frac{1}{3}=\frac{S}{S+G} \Rightarrow S+G=3 S \Rightarrow G=2 S\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1.6 \mu \mathrm{C}\) વિદ્યુતભાર અને \(16 \mu \mathrm{~g}\) દળ ધરાવતો એક કણ 6.28 T ના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હાજર છે. આ કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. કણને પ્રથમ વખત તેની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જરૂરી સમય ________ S છે. \((\pi=3.14)\)JEE Mains 2025 Easy
- પ્રત્યેકનો અવરોધ \(r \Omega\) હોય તેવા છ તાર વડે નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે અને શિરોબિંદુઓને તેટલા જ અવરોધવાળા તાર વડે કેન્દ્રમાં જોડેલા છે. જો એક શિરોબિંદુમાંથી પ્રવાહ દાખલ થઈ અને સામેના શિરોબિંદુમાંથી બહાર નીકળે તો ષટ્કોણનો સામસામેના શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ __________ થશે.JEE Mains 2026 Easy
- \(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?JEE Mains 2016 Medium
- \(10\,\mu F\) ની સંઘારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંઘારકો \(C _1\) અને \(C _2\) ને સ્વતંત્ર રીતે \(100\,V\,D.C.\) ઉદગમથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારક \(C _1\) ને ઉદગમ સાથે જોડેલા રાખીને તેની પ્લેટોની વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. સંઘારક \(C _2\) એ ઉદગમથી છુટ્ટો કર્યા પછી તેની પ્લેટો વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ સંઘારક \(C _1\) ને પણ ઉદગમથી છુટું કરી અંતમાં બંને સંઘારકોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું સામાન્ય સ્થિતિમાન \(............\,V\) થશે.(ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=10\) છે તેમ ધારો)JEE Mains 2023 Hard
- એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર(\(m\) દળ ,\(k\) બળ અચળાંક અને \(l\) મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને \(\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)\) કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Medium
- \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x^{2}+y^{2}-2 g x+6 y-19 c=0, g, c \in R\) એ બિંદુ \((6,1)\) માંથી પસાર થતું હોય અને તેનું કેન્દ્, રેખા \(x-2 c y=8\) પર આવેલ હોય, તો આ વર્તુળ દ્વારા \(x\)-અક્ષ પર બનેલ અંત:ખંડની લંંબાઈ .......... છે.JEE Mains 2022 Hard
- એક માણસ સીધી રેખા પર ચાલે છે. આ રેખાનાં યામાક્ષો પરના અંતઃખંડનાં વ્યસ્તનો સમાંતર મધ્યક \(\frac{1}{4}\) છે. બિંદુઓ \((1, 1), (2, 2)\) અને \((4, 4)\) આગળ અનુક્રમે ત્રણ પથ્થરો \(A, B\) અને \(C\) રાખવામાં આવેલ છે. તો આ પથ્થરો પૈકી નો કયો/ના કયા માણસનાં રસ્તા પર છે ?JEE Mains 2021 Medium
- બે અંનત લંબાઇના સમાન તારોને \(90^o\) પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો \(LP\) અને \(QM\) એ \(x-\)અક્ષ તરફ રહે જ્યારે ખંડો \(PS\) અને \(QN\) એ \(y-\)અક્ષ ને સમાંતર હોય. જો \(OP =OQ=4\, cm\) અને પર \(10^{-4}\,T\) ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને \(O\) પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. \((\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})\)
JEE Mains 2019 Hard - \(2000\,W\) પાવર ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\,J\,kg ^{-1}\,K ^{-1}\) છે. હીટરની કાર્યક્ષમતા \(70 \%\) છે.\(2\,kg\) પાણીને \(10^{\circ}\,C\) થી \(60^{\circ}\,C\) સુધી ગરમ કરવા જરૂરી સમય \(........\,s\) થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.)JEE Mains 2023 Medium
- રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે?JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન A તરીકે અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિપાદન A: એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર બે બિંદુઓ વચ્ચે પરીક્ષણ વિદ્યુતભારને ખસેડવામાં થતું કાર્ય શૂન્ય છે, ભલે ગમે તે માર્ગ પસંદ કરવામાં આવે.
કારણ \(\mathrm{R}\) : એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તે કોષની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium