પ્રશ્નો
નવા પહેલા69 માંથી 51–69 પ્રશ્નો
- 51. હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન ત્રીજી ઉતેજીત અવસ્થામાંથી બીજી ઉતેજીત અવસ્થામાં અને ત્યારબાદ પહેલી ઉતેજીત અવસ્થામાં કૂદકો મારે છે.આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર \(\lambda _1/\lambda _2\) કેટલો થાય? 2019 અઘરું
- 52. \(Li^{++}\) ની બોહર કક્ષામાં રહેલ ઈલેક્ટ્રોનને \(\lambda\) તરંગલંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે છે.આયનને ધરાઅવસ્થામાં પાછા ફરવાની બધી શક્યતા (મધ્યવર્તી ઉત્સર્જન સાથે) ને ધ્યાનમાં લેતા કુલ છ વર્ણપટ્ટ રેખા જોવા મળે તો \(\lambda \) નું મૂલ્ય કેટલા .....\(nm\) હશે? (\(h = 6.63\times 10^{34}\,js; e = 3 \times 10^8\,ms^{-1}\) ) 2019 અઘરું
- 53. પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ \(980\,\mathop A\limits^o \) તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા \(a_o\) ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે \((hc\,=\,12500\,eV-\mathop A\limits^o)\) 2019 અઘરું
- 54. \(U\left( r \right) = \frac{1}{2}k{r^2}\) ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં \(m\) દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) \( n\) સાથે ______ થી ચલે છે. 2019 અઘરું
- 55. ઉત્તેજિત \(He^+\) આયન ધરા અવસ્થામાં આવવા માટે બે \(108.5\, nm\) અને \(30.4\, nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક \(n=..........\) કેટલો હશે? ( \(\lambda \) તરંગલંબાઈના ફોટોનની ઉર્જા \(E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}\)) 2019 મધ્યમ
- 56. \({\lambda _x}\) અને \({\lambda _y}\) તરંગલંબાઈ ધરાવતા બે કણના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણથી કણ \(P\) બને છે.જો \(x\) અને \(y\) વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોય તો કણ \(P\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય? 2019 મધ્યમ
- 57. એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં \(2.2\) ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની (\(eV\) માં) જરૂર પડે? 2018 અઘરું
- 58. હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈ\(({\lambda _B})\) અને તેની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈ\(({\lambda _G})\) વચ્ચેનો સંબંધ શું હશે? 2018 મધ્યમ
- 59. બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન પરમાણુંનાં કેન્દ્ર આગળ \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? (\(n=\) મુખ્ય ક્વોન્ટમઆંક) 2017 મધ્યમ
- 60. એક અણુના અમુક ઊર્જા- સ્તરો આકૃતિમાં બતાવેલ છે.તરંગલંબાઇઓનો ગુણોત્તર \(r\) =\(\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}\) એ _______ વડે આપવામાં આવે છે.
2017 મધ્યમ - 61. હાઇડ્રોજન પરમાણુની \((z\, = 1)\) પ્રથમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે? 2017 અઘરું
- 62. હાઇડ્રોજન પરમાણુ \(n = 2\) થી \(n = 1\) માં સંક્રાંતિ કરે છે અને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ફોટોન દ્વિ આયન ધરાવતા ઉતેજીત અવસ્થામાં રહેલ લિથિયમ \((z = 3)\) પરમાણુ પર પડે છે અને તે કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને દૂર કરે છે. તો આ આયનની ઉતેજીત અવસ્થા માટેનો ન્યૂનતમ ક્વોન્ટમઆંક કેટલો હોવો જોઈએ? 2016 અઘરું
- 63. \(B\) ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતા \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતા કણ પર બોહર મોડલ લાગુ પાડતાં વિજભારિત કણના \(n\) માં સ્તરની ઉર્જા કેટલી હશે? 2015 અઘરું
- 64. જયારે હાઇડ્રોજેનિક પરમાણુ / આયનમાં ઇલેકટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે. 2015 મધ્યમ
- 65. \(n\, = 4\) સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ ... 2015 મધ્યમ
- 66. હાઇડ્રોજન \((_1H^1),\)ડયુટેરિયમ \((_1H^2)\),એક આયનિત હિલિયમ \((_2He^4)^+\) અને દ્વિઆયનિત લિથિયમ \({\left( {{}_3^6Li} \right)^{ + + }}\), ને નાભી ( ન્યુકિલયસની ની ફરતે એક ઇલેકટ્રોન હોય છે.ઇલેકટ્રોનની સંક્રાંતિ \(n=2\) થી \( n=1 \) લો. જો ઉત્પન્ન થતા વિકિરણની તરંગલંબાઇ અનુક્રમે \(λ_1,λ_2,λ_3\) અને \(λ_4\) હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચા વિધાનને સંનિકટ છે? 2014 મધ્યમ
- 67. હાઇડ્રોજન પરમાણુ માટે \(3\)\( \to \)\(2 \) સંક્રાંતિને અનુરૂપ વિકિરણ ધાતુ સપાટી પર પડતા ફોટોઇલેકટ્રોન ઉત્પન્ન કરે છે.આ ઇલેકટ્રોનને \(3 \times 10^{-4}\) \(T\) વાળા ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે.જો ઇલેકટ્રોનનાં સોૈથી મોટો વર્તુળામાર્ગની ત્રિજયા \(10.0\) \(mm\) હોય,તો ધાતુનું વર્ક ફંકશન _____\( eV\) ને નજીક થશે. 2014 અઘરું
- 68. બોહરના મોડલમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને પ્રવાહધારીત વર્તુળાકાર લૂપ લેતા હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? 2013 અઘરું
- 69. હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રેન \(“ n” \) જેટલો મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઊર્જા - કક્ષામાંથી બીજી \( ( n-1 )\) જેટલો કવોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે છે.જો \(n > > 1 \) હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃતિ _________ ના સમપ્રમાણમાં હશે. 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.