JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(20 \mathrm{~cm}\) છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ _______ \(\mathrm{cm}\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(15\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{v}=3 \mathrm{u}\)
\(\mathrm{v}-\mathrm{u}=20 \mathrm{~cm}\)
\(2 \mathrm{u}=20 \mathrm{~cm}\)
\(\mathrm{u}=10 \mathrm{~cm}\)
\(\frac{1}{(-30)}-\frac{1}{(-10)}=\frac{1}{\mathrm{f}}\)
\(\mathrm{f}=15 \mathrm{~cm}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને \(W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}\) દ્વારા આપવામાં આવે છે જ્યાં \(x\) સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય, તો \(\beta\) નું પરિમાણ ......... હશે.JEE Mains 2021 અઘરું
- એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.JEE Mains 2024 અઘરું
- બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું \(\frac{4}{5}\) ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે?JEE Mains 2019 અઘરું
- ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે \(10\,mA\) પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર \(0.05\) રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક \(4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}\), ચુંબકીય ક્ષેત્ર \(0.01\,T\) અને ગૂંચળાના આંટાની સંખ્યા \(200\) હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ (\(cm ^2\) માં) \(...........\)JEE Mains 2023 મધ્યમ
- બે ગોળાકાર તકતીઓને \(5\) \(mm \) અંતરે રાખી તેમની વચ્ચે \(2.2\) ડાયઇલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકો.એક સમાંતર પ્લેટ કેપેસિટરર્સ બનાવવામાં આવે છે.જયારે અવાહકનું વિદ્યુતક્ષેત્ર \(3 \times 10^4\) \( Vm^{-1}\) હોય,ત્યારે ધન પ્લેટ (તકતી) ની વિદ્યુતભાર ઘનતા લગભગ _______ હશે.JEE Mains 2014 મધ્યમ
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \((CM)\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _{ CM }\) છે. \(I _{ AB }\) એ સમતલને લંબ અને \(CM\) અક્ષને સમાંતર, કેન્દ્રથી \(\frac{2}{3} R\) અંતરે પસાર થતી અક્ષ \(AB\) ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં \(R\) એ તક્તિની ત્રિજ્યા છે. \(I _{ AB }\) અને \(I _{ CM }\) નો ગુણોત્તર \(x : 9\) મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ \(P _1, P _2\) અને \(P _3\) ને એક પછી એક મૂકેલા છે. \(P _2\) અને \(P _3\) ના અક્ષ \(P _1\) ને અનુલક્ષીને અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ \(S\) ની તીવ્રતા \(O\) છે. તો \(256 \;\frac{ W }{ m ^2}\) બિંદુ એ પ્રકાશની તીવ્રતા \(............\frac{W}{m^2}\) છે.
JEE Mains 2023 મધ્યમ - ઉપલા વાતાવરણમાં \(0.01 \mathrm{~mm}\) ત્રિજ્યાના નાના પાણીના ટીપાં બને છે અને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અંતિમ વેગ સાથે પડી રહ્યા છે. ઘનીકરણને કારણે, જો આવા \(8\) ટીપાં ભેગા થઈને એક મોટું ટીપું બનાવે, તો નવો અંતિમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 અઘરું
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે?JEE Mains 2016 મધ્યમ
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા \(A, B\) અને \(C\) ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. \(A\) અને \(B\) નું એકસરખુ દળ \(m\) છે જ્યારે \(C\) નું દળ \(M\) છે. ચોસલા \(A\) ને ચોસલા \(B\) તરફ પ્રારંભિક ઝડપ \(v\), આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા \(B\) જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા \(C\) સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા \(\frac{5}{6}\) ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો \(M/m \) નું મૂલ્ય શું હશે?
JEE Mains 2019 અઘરું