ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - ગતિવાદ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 162 પ્રશ્નો. દબાણ અને ઉર્જા સૌથી વધુ પૂછાય છે.

162પ્રશ્નો
9ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 54% અઘરું 34%

STD 11 - ગતિવાદ ના બધા પ્રશ્નો

નવા પહેલા

162 માંથી 151–162 પ્રશ્નો

  1. 151. એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી \(( quasi\) \(static )\) પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા \(C\) અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ \(P\) અને કદ \( V\) વચ્ચેનો સબંધ \(PV^n\) = અચળ વડે આપવામાં આવે,તો \(‘n’\) માટે ( અહીં \(C_P\) અને \(C_V\) ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.) 2016 અઘરું
  2. 152. આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય \(V^q\) અનુસાર વધે છે,જયાં \(V\) એ વાયુનું કદ સૂચવે છે.\(q\) નુ મૂલ્ય _________ થશે. \(\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)\) 2015 અઘરું
  3. 153. \(T\) તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ \(T^q\) પર આધાર રાખે છે. તો \(q\) નું મૂલ્ય કેટલું હશે? 2015 મધ્યમ
  4. 154. ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા (\(J\, kg^{-1}\, K^{-1}\) માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર\(= 27\)) 2015 અઘરું
  5. 155. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ \(8.0\times10^{-3}\, m^2\) છે. શરૂઆતમાં ગેસનું તાપમાન \(300\, K\), દબાણ \(1.0\times10^5\, N/m^2\) અને કદ \(2.4\times10^{-3}\, m^3\) છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન \(0.1\, m\) જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક \(8000\, N/m\) છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?
    2014 અઘરું
  6. 156. \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે? 2014 મધ્યમ
  7. 157. મોડર્ન વેક્યૂમ પમ્પ રૂમ તાપમાને\((300\, K)\) પાત્રનું દબાણ \(4.0 \times {10^{ - 15}}\, atm\) જેટલું ઘટાડે છે. જો \(R = 8.0\, JK^{-1}\, mole^{-1}\) , \(1\, atm = 10^5\, Pa\) અને \(N_ {Avogadro} = 6 \times 10^{23}\, mole^{-1}\) હોય તો વાયુના બે અણું વચ્ચેનું સરેરાશ મુક્તપથ કેટલાના ક્રમનો મળે? 2014 મધ્યમ
  8. 158. રૂમ તાપમાને દ્વિ પરમાણ્વિક વાયુની \(r.m.s.\) ઝડપ \(1930\,ms^{-1}\) છે. તો તે વાયુ કયો હશે? 2014 મધ્યમ
  9. 159. \(10\,g\) વાયુનું સમતાપી વિસ્તરણથી કદ \(V\) થી \(2V\) કરવા વાયુ પર \(575\,J\) કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની \(rms\) ઝડપ ...... \(m/s\) થશે? 2013 મધ્યમ
  10. 160. એક પરમાણ્વિક \((M)\), દ્વિ પરમાણ્વિક \((D)\) અને બહુ પરમાણ્વિક \((P)\) વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા\((Q)\) અને તાપમાનના થતાં ફેરફાર\(\left( {\Delta T} \right)\) વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો \(a, b\) અને \(c\) ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
    2013 મધ્યમ
  11. 161. વિધાન \(- 1\) : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં વિધાન \(- 2\) : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય. 2013 મધ્યમ
  12. 162. વિધાન \(- 1\) : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે. વિધાન \(- 2\) : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
    2013 મધ્યમ