ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - ન્યુક્લિયસ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 134 પ્રશ્નો. Law of Radioactivity by Rutherford and Soddy and Half Life and Mean Life સૌથી વધુ પૂછાય છે.

134પ્રશ્નો
5ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 59% અઘરું 33%

STD 12 - ન્યુક્લિયસ ના બધા પ્રશ્નો

નવા પહેલા

134 માંથી 101–134 પ્રશ્નો

  1. 101. રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી \(80\) દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં \(\left(\frac{1}{16}\right)\) ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે? 2021 મધ્યમ
  2. 102. રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય? 2021 મધ્યમ
  3. 103. શરૂઆતમાં સ્થિર રહેલ \(184\) પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી \(\alpha-\) કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં \(Q\) નું મૂલ્ય \(5.5\,MeV\) હોય, તો \(\alpha-\) કણની ગતિઊર્જાનું મૂલ્ય (\(MeV\) માં) ગણો. 2021 અઘરું
  4. 104. \({ }_{3}^{7} Li\) નું દળ \(=7.0160\, u,\) \({ }_{2}^{4} He\)નું દળ \(=4.0026\, u,\) અને \({ }_{1}^{1} H\)નું દળ \(=1.0079\, u\) છે. \(20\, g\) \({ }_{3}^{7} Li\)નું રૂપાંતર પ્રોટોનનું શોષણ કરીને \({ }_{2}^{4} He\)માં થાય છે,તો મુક્ત થતી ઊર્જા ......... \(kWh\) [ન્યૂટ્રોનનું દળ \(\left.=1\, GeV / c ^{2}\right]\) 2020 મધ્યમ
  5. 105. \(\frac{50}{120}\, Sn\) ની ન્યુક્લિયોનદીઠ બંધન ઉર્જા શોધો.( \(MeV\) માં) પ્રોટોનનું દળ \(m _{ P }=1.00783\, U ,\) ન્યૂટ્રોનનું દળ \(m _{ n }=1.00867\, U\) અને ન્યુક્લિયસનું દળ \(m _{ Sn }=119.902199\) \(U.\) (લો : \(1 U =931\, MeV )\) 2020 મધ્યમ
  6. 106. \(A , B\) અને \(C\) ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. \(T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )\) નો ગુણોતર ?
    2020 અઘરું
  7. 107. \(A\) દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(R\) એ \(R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m\) સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે? \(\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)\) 2020 મધ્યમ
  8. 108. રેડિયો એક્ટિવદ્રવ્યનું ક્ષય બે પ્રક્રિયા દ્વારા થાય છે ,પ્રક્રિયાના અર્ધઆયુ \(10\, s\) અને \(100\, s\) છે, તો પરિણામી અર્ધઆયુ \(.....sec.\) 2020 મધ્યમ
  9. 109. રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી \(30\;min\) માં \(700 \;\mathrm{s}^{-1}\) થી \(500\; \mathrm{s}^{-1}\) થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........\(min\) હશે? 2020 મધ્યમ
  10. 110. રેડિયોએક્ટિવ દ્રવ્યનો \(t\) સમય પછી અવિભંજિત ભાગ \(\frac{9}{16}\) છે,તો \(\frac{t}{2}\) સમયે અવિભંજીત ભાગ. 2020 મધ્યમ
  11. 111. રીએક્ટરમાં \(30\) દિવસમાં \(2\,kg\) \({ }_{92} U ^{235}\) વપરાય છે,એક વિખંડનમાં \(200\, MeV\) ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર  .......\(MW\) 2020 મધ્યમ
  12. 112. વિવિધ કણના દળ આપેલા છે. \(m _{ p }=1.0072 u , m _{ n }=1.0087 u\) \(m _{ e }=0.000548 u , m _{ v }=0, m _{ d }=2.0141 u\) જ્યાં \(p \equiv\) પ્રોટોન , \(n \equiv\) ન્યૂટ્રોન, \(e \equiv\) ઇલેક્ટ્રોન, \(\overline{ v } \equiv\) એન્ટિન્યુટ્રિનો અને \(d \equiv\) ડ્યુટેરોન. નીચેની કઈ પ્રક્રિયામાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય. 2020 મધ્યમ
  13. 113. \(^{40}Ca\) અને \(^{16}O\) ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય? 2019 મધ્યમ
  14. 114. આપેલ ક્ષણે, \(t= 0\), બે રેડિયોએક્ટિવ દ્રવ્યો \(A\) અને \(B\) ની એકિટવિટી સમાન છે. \(t\) સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર \(\frac{R_B}{R_A}\) સમય \(t\) સાથે \(e^{-3t}\) વડે ક્ષય પામે છે. જો \(A\) નો અર્ધઆયુષ્યકાળ \(In2\) છે, તો \(B\) નો અર્ધઆયુષ્યકાળ ________ હશે. 2019 અઘરું
  15. 115. બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) ના ક્ષય અચળાંક \(10\lambda \) અને \(\lambda \) છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર \((\frac {1}{e})\) થવા કેટલો સમય લાગે? 2019 મધ્યમ
  16. 116. બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) ના ક્ષય અચળાંક \(5\lambda \) અને \(\lambda \) છે. \(t=0\) સમયે બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર \((\frac {1}{e})^2\) થવા કેટલો સમય લાગે? 2019 મધ્યમ
  17. 117. બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) નો અર્ધ આયુષ્ય સમય \(10\, minutes\) અને \(20\, minutes\) છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો \(60\) \(minutes\) પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? 2019 અઘરું
  18. 118. \(Ne^{20} \to 2He^4 + C^{12}\)  વિખંડન ધ્યાનમાં લો. જો \(Ne^{20}, He^4\) અને \(C^{12}\) ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: \(8.03\,MeV,7.07\, MeV\) અને \(7.86\, MeV\) આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો. 2019 મધ્યમ
  19. 119. રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના \(A\) ની એક્ટિવિટી \(10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,\) વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના \(B\) કે જેની એક્ટિવિટી \(20\ mCi\) છે તેના કરતા બમણી છે. \(A\) અને \(B\) ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે.  2019 અઘરું
  20. 120. રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે? 2019 મધ્યમ
  21. 121. દ્રાવણમાં રેડિયોએક્ટિવ \({}_{27}^{60}Co\) છે જેની એક્ટિવિટી \(0.8\,\mu Ci\) અને વિભંજન અચળાંક  \(\lambda \) છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના \(10\) કલાક પછી પ્રાણીના શરીરમાંથી \(1 \,cm^3\) રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર \(300\) વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે? (\(1\;Ci = 3.7 \times 10^{10}\) વિભંજન/સેકન્ડ અને \(t = 10\, hrs\) સમયે \({e^{ - \lambda t}} = 0.84\)) 2018 અઘરું
  22. 122. કોઈ સમયે \(5\,\mu Ci\)  એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_1\) માં ન્યુક્લિયસની સંખ્યા બીજા \(10\,\mu Ci\)  એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના \(S_2\) કરતાં બમણી છે. તો \(S_1\) અને \(S_2\) નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે? 2018 અઘરું
  23. 123. સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર \(8:27\) છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? 2018 અઘરું
  24. 124. ધારો કે એક રિએક્ટર આપેલ બધા જ દળનું ઉર્જામાં રૂપાંતર કરે છે અને તે \(10^9\, watt\) ઉર્જા સ્તરમાં કાર્ય કરે છે. તો રિએક્ટરમાં દર કલાકે કેટલા દળના બળતણની જરૂર પડશે? 2017 મધ્યમ
  25. 125. એક \(T\) અર્ધઆયુવાળો રેડિયોએકિટવ ન્યુકિલયસ \(-A \) ન્યુકિલયસ \(-B\) માં ક્ષય પામે છે.\(t=0 \) સમયે ન્યુકિલયસ \(-A\) નથી.\(t -\) સમયે \(B\) ની સંખ્યા અને \(A\) ની સંખ્યાનો ગુણોત્તર \(0.3\) છે,તો \(t\) એ _______ વડે આપવામાં આવે : 2017 અઘરું
  26. 126. બે રેડિયો એકિટવ તત્વો \(A\) અને \(B\) ના અર્ધ- આયુષ્ય ક્રમશ : \(20\) મિનિટ તથા \(40\) મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. \(80\) મિનિટ પછી \(A\) અને \(B\) ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે : 2016 મધ્યમ
  27. 127. \(N_{\beta}\) એ \(1\) ગ્રામ \(Na^{24}\) ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય\(= 15\, hrs\)) \(7.5\, hours\) માં ઉત્સર્જિત થતાં \(\beta\) કણોની સંખ્યા છે તો \(N_{\beta}\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (એવોગેડ્રો નંબર\(= 6.023\times10^{23}\,/g.\, mole\)) 2015 મધ્યમ
  28. 128. \(0.5/s\) વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં \(100\, nuclei/s\) ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો \(t\, = 0\) સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો \(50\) ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે? 2014 અઘરું
  29. 129. જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં \(^{14}C\) ની એક્ટિવિટી \(12\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે \(^{14}C\) ની એક્ટિવિટી \(16\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? (\(^{14}C\)નો અર્ધઆયુષ્ય સમય\(t_{1/2} = 5760\,years\)) 2014 મધ્યમ
  30. 130. લીસ્ટ \(I\) (વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટની તરંગલંબાઈ) ને લીસ્ટ \(II\) (આ તરંગો ઉત્પન્ન કરવાની રીત) સાથે યોગ્ય રીતે જોડો .
      લીસ્ટ  \(I\)   લીસ્ટ  \(II\)
    \((1)\) \(700\, nm\) થી \(1\,mm\) \((i)\) અણું અને પરમાણુયોના કંપન
    \((2)\) \(1\,nm\) થી \(400\, nm\) \((ii)\) અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી
    \((3)\) \( < 10^{-3}\,nm\) \((iii)\) ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી
    \((4)\) \(1\,mm\) થી  \(0.1\,m\) \((iv)\) મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા 
    2014 મધ્યમ
  31. 131. તાજેતરમાં વૃક્ષ પરથી કાપેલૂ લાકડું \(20\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા કાપેલા લાકડુ જે મ્યુજિયમમાં છે તે \(2\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. જો \(C^{14}\) નો અર્ધઆયુષ્ય સમય \(5730 \) વર્ષ હોય તો, મ્યુજિયમમાં પડેલુ લાકડું કેટલા વર્ષ જૂનું હશે? 2014 અઘરું
  32. 132. જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે. \({}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}\) આ પ્રક્રિયામાં \(x\) કણ ઉત્પન્ન થાય છે અને તે \(Q\) ઉર્જા મૂક્ત કરે છે. તો \(x\) કણ કયો હશે? 2013 મધ્યમ
  33. 133. નીચે આપેલ પૈકી કોનું પરિમાણ અને મૂલ્ય (લાક્ષણિક્તા) અણુના પરિમાણ જેટલું હશે? 2013 મધ્યમ
  34. 134. રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ \(B\) ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ... 2013 મધ્યમ