ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2023–2026 ના 85 પ્રશ્નો. દ્રવ્ય તરંગ અને ડિ બ્રૉગ્લી તરંગ લંબાઈ સૌથી વધુ પૂછાય છે.

85પ્રશ્નો
7ટોપિક
2023–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 51% અઘરું 38%

STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ના બધા પ્રશ્નો

નવા પહેલા

85 માંથી 51–85 પ્રશ્નો

  1. 51. નીચે બે વિધાનો આપેલા છેઃ એકને વિધાન \(A\) અને બીજાન કારણ \(R\) થી દશાર્વેલ છે: વિધાન \(A\): પ્રકાશની આવૃત્તિના વધારા સાથે ફોટોનની સંખ્યા વધે છે. કારણ \(R\): આપાત વિકિરણની આવૃત્તિમાં વધારા સાથે ઉત્સર્જિત ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા વધે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ 2024 અઘરું
  2. 52. નીચેનામાંથી કઈ ઘટનાને પ્રકાશના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી? \((A)\) પરાવર્તન \((B)\) વિવર્તન \((C)\) ફોટોઇલેક્ટ્રિક અસર \((D)\) વ્યતિકરણ \((E)\) ધ્રુવીભવન નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો : 2024 અઘરું
  3. 53. નીચેનામાંથી કયું વિધાન સ્થગિત સ્થિતિમાન \(\left(\mathrm{V}_0\right)\) વિશે સાચું નથી? 2024 અઘરું
  4. 54. પ્રકાશવિદ્યુત પ્રયોગમાં \(2.48 \mathrm{eV}\) ઊર્જા પ્રકાશ સંવેદનશીલ દ્રવ્ય પર આવૃત થાય છે. નિરોધક સ્થિતિમાન \(0.5 \mathrm{~V}\) માપવામાં આવ્યું હતું. પ્રકાશ સંવેદનશીલ દ્રવ્યનું કાર્ય વિધેય _______ છે. 2024 અઘરું
  5. 55. પ્રોટોન અને \(\alpha\) કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda\) અને \(2 \lambda\) છે. પ્રોટોન અને \(\alpha\) કણના વેગનો ગુણોત્તર _______ હશે. 2024 અઘરું
  6. 56. પ્રોટોન, ઈલેક્ટ્રોન અને આલ્ફા પાર્ટિકલ સમાન ઊર્જા ધરાવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇની સરખામણી _______ તરીકે કરવામાં આવશે. 2024 અઘરું
  7. 57. પદાર્થનું કાર્ય વિધેય \(3.0 \mathrm{eV}\) છે. આ પદાર્થાંમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તે માટે પ્રકાશની સૌથી મોટી તરંગલંબાઈ લગભગ _______ હશે. 2024 અઘરું
  8. 58. ફ્રેન્ક-હર્ટ્ઝ પ્રયોગમાં, હાઇડ્રોજન માટે પ્રવાહ-વોલ્ટેજ આલેખમાં પ્રથમ ઘટાડો 10.2 \(\mathrm{~V}\) પર જોવા મળે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ પ્રથમ ઉત્તેજના સ્તરે ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઈ _______ \(\mathrm{nm}\) છે. \(\left(\right.\) આપેલ છે \(\mathrm{hc}=1245 \mathrm{eV} \mathrm{nm}, \mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) ). 2024 અઘરું
  9. 59. ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આવૃત્તિ \(1.5\) ગણી થ્રેશોલ્ડ આવૃત્તિવાળો પ્રકાશ પ્રકાશસંવેદનશીલ પદાર્થની સપાટી પર આપાત કરવામાં આવે છે. હવે જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા _______ હશે. 2024 અઘરું
  10. 60. ફોટોઇલેકિટ્રક અસર માટે, ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ( \(\left.E_k\right)\) નો આવૃત્તિ \((v)\) વિરુદ્ધનો આલેખ આફૃતિમાં દર્શાવ્યા મુજબ છે. વક્રનો ઢાળ _______ થશે.
    2024 અઘરું
  11. 61. \(20\,kV\), થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ \(\lambda_0\) છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને \(40\,kV\), કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(..........\) થશે. 2023 મધ્યમ
  12. 62. \(\phi_A=9\,eV\) અને \(\phi_B=4.5\,eV\) જેટલું કાર્યવિધેય ધરાવતી બે ધાતુ સપાટીઓ \(A\) અને \(B\) ની સીમાંત (થ્રેશોલ્ડ) તરંગલંબાઈઆ વચ્ચેનો તફાવત \(nm\) માં \(........\) હશે. \(\{ hc =1242\,eV\,nm\) આપેલ છે. \(\}\) 2023 સરળ
  13. 63. દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ \(5500 \mathring A\) છે. જ્યારે દ્રવ્ય પર \(A.\) \(75\,W\) નો પારરક્ત ગોળાનું \(B.\) \(10\,W\) ના પારરક્ત ગોળાનું \(C.\) \(75\,W\) ના પારજાંબલી ગોળાનું \(D.\) \(10\,W\) ના પારજાંબલી ગોળાનું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  14. 64. ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
    2023 મધ્યમ
  15. 65. ધાતુની સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ \(f _0\) છે.જયારે \(2 f _0\) આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તકતી ઉપર આપાત થાય છે ત્યારે ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ \(v_1\) મળે છે.જયારે આપત વિકિરણની આવૃત્તિ વધારીને \(5f_0\) કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો વેગ \(v_2\) થાય છે.\(v_1\) અને \(v_2\)નો ગુણોતર \(..............\) થશે. 2023 મધ્યમ
  16. 66. \(E\) ગતિ ઉર્જા ધરાવતા ઇલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. જો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા \(\frac{E}{4}\) થાય, તો તેની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ ........ થશે. 2023 સરળ
  17. 67. એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા  \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે. 2023 અઘરું
  18. 68. એક ધાતુ સપાટીને \(\lambda\) તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે, તથા સ્ટોપીંગ સ્થિતિમાન \(V _0\) છે. હવે આ જ સપાટીને \(2 \lambda\) જેટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપીગ વિભવ \((potential)\) \(\frac{v_0}{4}\) થાય છે. આ ધાતુ સપાટી માટે સીમાંત (થ્રેશોલ્ડ) તરંગલંબાઈ ........ છે. 2023 મધ્યમ
  19. 69. એક પ્રોટોન અને \(\alpha -\)કણને તેમની સ્થિર સ્થિતમાંથી \(2\,V\) અને \(4\,V\) સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર \(.......\) છે. 2023 મધ્યમ
  20. 70. એલ્યુમિનિયમ અને સોનાના વર્ક ફંક્શન અનુક્રમે \(4.1\,eV\) અને \(5.1\,eV\) છે. સોના અને એલ્યુમિનિયમનો સ્ટોપિંગ પોટેન્શિયલના વિરુદ્ધ આવૃતિના ગ્રાફના ઢાળનો ગુણોત્તર કેટલો થાય? 2023 મધ્યમ
  21. 71. ઈલેકટ્રોન,\(\alpha\)-કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે \(4K,2K\) અને \(K\) છે. ઈલેકટ્રોન \((\lambda e),\alpha -\) કણ \((\lambda \alpha)\) અને પ્રોટોન \((\lambda p)\) સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લીની  તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે : 2023 મધ્યમ
  22. 72. જ્યારે પ્રોટોન \((P)\) અને ઇલેકટ્રોન \((e)\) સમાન ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ (તરંગ લંબાઈ) ધરાવતા હોય ત્યારે તેના વેગમાનનો ગુણોત્તર છે. (\(m _{ p }=1849\,m_e\) ધારો) 2023 સરળ
  23. 73. \(\alpha -\) કણ, પ્રોટોન અને ઈલેકટ્રોન સમાન ગતિઉર્જા ધરાવે છે. દ-બ્રોગ્લી તરંગલંબાઈના કિસ્સામાં નીચેનામાંથી કયું સાચું છે? 2023 મધ્યમ
  24. 74. લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
    લીસ્ટ \(I\) લીસ્ટ \(II\)
    \(A\) પલાન્ક અચળાંક \(( h )\) \(I\) \(\left[ M ^1 L ^2 T ^{-2}\right]\)
    \(B\) સ્ટોપિંગ પોટેન્શિયલ \(( Vs )\) \(II\) \(\left[ M ^1 L ^1 T ^{-1}\right]\)
    \(C\) કાર્ય વિધેય \((\phi)\) \(III\) \(\left[ M ^1 L ^2 T ^{-1}\right]\)
    \(D\) વેગમાન \(( p )\) \(IV\) \(\left[ M ^1 L ^2 T ^{-3} A ^{-1}\right]\)
    2023 મધ્યમ
  25. 75. નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલા છે. કથન \(A :\) : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે. કારણ \(R :\) ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  26. 76. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) સુક્ષ્મ તરંગ, પારરકત તરંગ અને પારજાંબલી તરંગોમાંથી પારજાંબલી તરંગો ધાત્વીય સપાટી પરથી સૌથી વધુ અસરકારક રીતે ઈલેકટ્રોનનું ઉત્સર્જન કરે છે. વિધાન \(II:\) સીમા આવૃત્તિની ઉપર, પ્રકાશીય ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જાએ આપાત થતા પ્રકાશની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  27. 77. નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : ફોટોઈલેકટ્રીક અસરમાં સ્ટોપિગ પોટેન્શિયલ પ્રકાશ ઉદગમના પાવર પર આધાર રાખતો નથી. કથન \(II\) : આપેલ ધાતુ માટે ફોટો ઇલેકટ્રોનની ગતિઉર્જા આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  28. 78. પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ \(\lambda\) છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? 2023 મધ્યમ
  29. 79. ફોટોઈલેકટ્રીક અસરમાં \(A\). ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. \(B\). ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(C\). ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે. \(D\). ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે. \(E\). ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  30. 80. ફોટોઈલેકટ્રીક અસરના પ્રયોગ પરથી નીચે મુજબના અવલોકનો મેળવવામાં આવ્યાં છે. તેમાના ક્યાં સાચા છે તે નક્કી કરો. \(A.\) સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે. \(B.\) આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે. \(C.\) ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(D.\) ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો. 2023 મધ્યમ
  31. 81. પોતાની વિરામ સ્થિતિમાંથી, સમાન સ્થિતિમાન વડે પ્રવેગિત થતા \(\alpha-\)કણ અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર \(\frac{1}{\sqrt{m}}\). \(m\) નું મૂલ્ય \(..........\) છે. 2023 સરળ
  32. 82. સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ \(20\,mW\) પાવર (કાર્યત્વારા) ધરાવતા અને \(300\,ns\) સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m/s\) ધારતાં વસ્તુનું વેગમાન \(........\times 10^{-17} kg\,m / s\) ને બરાબર થશે. 2023 મધ્યમ
  33. 83. સમાન ગતિ ઊર્જા ધરાવતા પ્રોટોન અને ઈલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈઓનો ગુણોત્તર \(..........\) છે.\(( m _{ p }= m _{ e } \times 1849)\) ધારો. 2023 મધ્યમ
  34. 84. \(V _1\) સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થતા ઇલેકટ્રોનની ડિ બ્રોગ્લી તરંગ લંબાઈ \(\lambda\) છે. જ્યારે સ્થિતિમાન બદલીને \(V_2\) કરવામાં આવે ત્યારે તેની ડિ બ્રોગ્લી તરંગ લંબાઇમાં \(50 \%\) વધારો થાય છે. તો \(\left(\frac{V_1}{V_2}\right)\) નું મૂલ્ય બરાબર \(.............\) થાય. 2023 મધ્યમ
  35. 85. વાયુના અણુંની ઓરડાના તાપમાન \((300\,K)\) આગળ ડી બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_1\) છે. જો વાયુનું તાપમાન \(600\,K\) સુધી વધારવામાં આવે, તો આ જ વાયુના અણુંની ડી બ્રોગ્લી તરંગલંબાઈ ............ થશે. 2023 મધ્યમ