JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(1\,H\) પ્રેરણ અને \(100\,\Omega\) નો અવરોધ ધરાવતા ગૂંચળા (ગાળા) ને \(6\,V\) ની બેટરી સાથે જોડવામાં આવેલ છે. \((a)\) સ્થિત-સ્થિતિના મૂલ્યના પ્રવાહ કરતાં અડધો પ્રવાહ થાય તે માટે લાગતો સમય અને \((b)\) પરિપથમાં કળ ચાલુ કર્યા બાદ \(15 \;ms\) સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો. \(\left(\ln 2=0.693, e ^{-3 / 2}=0.25\right.\) આપેલ છે.)
- A \(t =10\,ms ; U =2\,mJ\)
- B \(t =10\,ms ; U =1\,mJ\)
- C \(t =7\,ms ; U =1\,mJ\)
- D \(t =7\,ms ; U =2\,mJ\)
Answer & Solution
Correct Answer
(C) \(t =7\,ms ; U =1\,mJ\)
Step-by-step Solution
Detailed explanation
\(i =\frac{ E }{ R }\left(1- e ^{- t / \tau}\right)\) \(i =\frac{ E }{2 R }=\frac{ E }{ R }\left(1- e ^{- t / \tau)}\right)\) Solving \(t =\tau \ln 2\) \(t =\frac{1}{ R } \ln 2=\frac{1}{100} 0.693=0.00693\) \(=7\,ms\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાદા લોલકનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}\) છે. \(1\, mm\) ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા \(10\, cm\) મળે છે. \(1\,s\) ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા \(200\) દોલનનો સમય \(100\) સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા \(g\) ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી \(x\) મળે છે.\(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે?JEE Mains 2021 Hard
- આપેલ ક્ષણે, \(t= 0\), બે રેડિયોએક્ટિવ દ્રવ્યો \(A\) અને \(B\) ની એકિટવિટી સમાન છે. \(t\) સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર \(\frac{R_B}{R_A}\) સમય \(t\) સાથે \(e^{-3t}\) વડે ક્ષય પામે છે. જો \(A\) નો અર્ધઆયુષ્યકાળ \(In2\) છે, તો \(B\) નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.JEE Mains 2019 Hard
- એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ \(4.5\) લીટર અને બીજા ચેમ્બરનું કદ \(5.5\) લીટર છે. પ્રથમ ચેમ્બર \(2.0\, atm\) દબાણે \(3.0\) મોલ વાયુ ધરાવે છે તેમજ \(3.0\, atm\) દબાણે બીજે ચેમ્બર \(4.0\) મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય \(x \times 10^{-1} \,atm\) છે. 1 નું મૂલ્ય ........ છે.JEE Mains 2021 Hard
- જ્યારે ઈલેક્ટ્રોન \(n=2\) થી \(n = 1\) કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે હાઈડ્રોજન પરમાણું દ્વારા ઉત્સર્જાયેલા ફોટોનની તરંગલંબાઈ ...... \(nm\) હશે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(100\, {N} / {m}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગવાળી બંદૂકમાં \(100\, {g}\) નો નાનો બોલ \(B\) મૂકીને સ્પ્રિંગને \(0.05\, {m}\) જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. જમીન પર તેનાથી \(d\) અંતરે એક બોક્સ મૂકવામાં આવે છે કે જેથી દડો બોક્સમાં પડે. જો બોલ બંદૂકમાંથી જમીનથી \(2\, {m}\) ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. તો \(d\) નું મૂલ્ય (\(m\) માં) કેટલું હશે? \(\left(g=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 Hard - એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f(x)\) એવું વિધેય છે કે જેથી પ્રત્યેક \(x, y \in N\) માટે \(f(x+y)=f(x) \cdot f(y)\) જો \(f(1)=3\) અને \(\sum \limits_{k=1}^n f(k)=3279\) હોય, તો \(n\) નું મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - એક ગૂંચળામાં, પ્રવાહ \(-2 \mathrm{~A}\) થી \(+2 \mathrm{~A}\) માં \(0.2 \mathrm{~s}\) માં બદલાય છે અને \(0.1 \mathrm{~V}\) નો emf પ્રેરિત કરે છે. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ _______ છે.JEE Mains 2024 Hard
- \(0.5 \,mH\), ના ઈન્ડકટર, \(200 \,\mu F\) નાં સંધારક અને \(2 \,\Omega\) ના અવરોધને \(220 \,V\) \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ \(emf\) સાથે કળામાં હોય તી \(ac\) ઉદગમની આવૃતિ ................ \(\times 10^{2} \,Hz\) હશે.JEE Mains 2022 Hard
- \(4.0 \mu \mathrm{C}\) નો વિદ્યુતભાર \(4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}\) ના વેગથી ધન \(y\)-અક્ષની દિશામાં \((2 \hat{k}) \mathrm{T}\) જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ \(x \hat{i} N\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(2 \,m\) અંતરે રહેલા બે સમાન વિદ્યુતભાર \(q\) ધરાવતા બે સ્થિર કણની વચ્ચે એક \(1 \,{mg}\) દળ અને \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ પડેલો છે. જો મુક્ત વિદ્યુતભારને તેના સમતોલન સ્થાનેથી \(x\;(x\, < 1\, {m})\) જેટલું થોડુક સ્થાનાંતર કરવવામાં આવે, તો કણ સરળ આવર્ત ગતિ કરે છે. જો \({q}^{2}=10\, {C}^{2}\) હોય તો આ દોલનોની કોણીય આવૃતિ \(....\,\times 10^{8}\, {rad} / {s}\) થાય.JEE Mains 2021 Hard