JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
નીચે બે વિધાનો આપેલ છે: વિધાન-\(I\) : આકૃતિમાં બે પ્રકાશસંવેદી દ્રવ્યો \(M_1\) અને \(M_2\) માટે આવૃત્તિ \((v)\) સાથે નિરોધક સ્થિતિમાનમાં થતો ફેરફાર દર્શાવેલ છે. ઢાળ \(\frac{h}{e}\) નું મૂલ્ય આપે છે, જ્યાં \(h\) પ્લાન્કનો અચળાંક છે, \(e\) ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિધાન-\(II\) : સમાન આવૃત્તિવાળા આપાત વિકિરણ માટે \(M_2\) વધુ ગતિઊર્જાવાળા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

- A વિધાન-\(I\) સાચું છે અને વિધાન-\(II\) ખોટું છે.
- B વિધાન-\(I\) ખોટું છે પરંતુ વિધાન-\(II\) સાચું છે.
- C બંને વિધાન-\(I\) અને વિધાન-\(II\) ખોટાં છે.
- D બંને વિધાન-\(I\) અને વિધાન-\(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન-\(I\) સાચું છે અને વિધાન-\(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{eV}_0=\mathrm{hv}-\phi\) \(\mathrm{V}_0=\frac{\mathrm{h}}{\mathrm{e}} \mathrm{v}-\frac{\phi}{\mathrm{e}}\) \(\mathrm{M}_2\) દ્રવ્યનું કાર્યવિધેય વધારે છે, તેથી વિધાન-\((II)\) ખોટું છે. વિકલ્પ \((1)\) સાચો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી ન્યુકલાઈડ્ઝની કઈ જોડ તત્વનાં સમભારિય (આઇસોબાર) છે?JEE Mains 2026 Easy
- નીચે આપેલા વિધાનોમાંથી :
\((A)\) \(n^{\text {th }}\) કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(h\) નું પૂર્ણાંક ગુણાકાર હોય છે.
\((B)\) ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા નથી.
\((C)\) ન્યુક્લિયર બળો સ્પિન-આધારિત હોય છે.
\((D)\) ન્યુક્લિયર બળો કેન્દ્રીય અને વિદ્યુતભાર-સ્વતંત્ર હોય છે.
\((E)\) ન્યુક્લિયસની સ્થિરતા પેકિંગ ફ્રેક્શનના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard - \(10\,kg\) દળનો પદાર્થ \(20\,m/s\) ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ \(5\,s\) પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(g =10 \;ms ^{-2}\) લો)JEE Mains 2023 Medium
- જો \(\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }\) હોય તો \(\overrightarrow{ P }\) અને \(\overrightarrow{ Q }\) વચ્ચેનો કોણ \(\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)\) છે. જ્યાં \(\theta\) નું મૂલ્ય ....... ડિગ્રી હશે.JEE Mains 2021 Medium
- \(m\) અને \(3\,m\) દળના બે ઉપગ્રહો પૃથ્વીને ફરતે અનુક્રમે \(r\) અને \(3r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તેમને અનુરૂપ કક્ષીય ઝડપનો ગુણોતર ....... છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે બિંદુ \(P(3,-2,-9)\) માંથી,બિંદુઓ \((-1,-2,-3),(9,3,4),(9,-2,1)\) માંથી પસાર થતા સમતલ પરનો લંબપાદ \(Q(\alpha, \beta, \gamma)\) છે.તો \(Q\) નું ઉગમબિંદુ થી અંતર \(........\) છે.JEE Mains 2023 Hard
- જો વિધેય \(f(x)=\left(\frac{1}{x}\right)^{2 x} ; x>0\) એ \(x=\frac{1}{\mathrm{e}}\) આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે, તો :JEE Mains 2024 Hard
- એક તંત્રમાં \(m_1=3 \mathrm{~kg}\) અને \(m_2=2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. \(m_1\) દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ \(2 \mathrm{~cm}\) જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે \(m_2\) દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ _______ \(cm\) અંતરથી ખસેડવો પડશે.JEE Mains 2024 Hard
- \(40\,g\) દળ અને \(50\,cm\) લંબાઈ ધરાવતા એક સુરેખ તાર \(AB\) ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે \(0.40\,T\) નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... \(A\) મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. (\(g =10\,ms ^{-2}\) લો)
JEE Mains 2023 Medium - જો વર્તુળએ \(x -\) અક્ષ સાથે આંતરેલ ચાપની લંબાઈ \(4a\) અને \(y -\) અક્ષ પરના બિંદુ માંથી પસાર થાય છે જેનું ઉંગમબિંદુથી અંતર \(2b\) હોય તો આ વર્તુળ ના કેન્દ્ર ........................JEE Mains 2019 Hard
- જો સંકલન \(\int_{0}^{5} \frac{x+[x]}{e^{x-[x]}} \,d x=\alpha e^{-1}+\beta\) આપેલ છે કે જ્યાં \(\alpha, \beta \in R, 5 \alpha+6 \beta=0\), અને \([\mathrm{x}]\) એ \(x\) નું મહતમ પૃણાંક વિધેય છે તો \((\alpha+\beta)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard