પ્રશ્નો
નવા પહેલા54 માંથી 51–54 પ્રશ્નો
- 51. \(l\) લંબાઈ અને \(w\) જાડાઈ ધરાવતી પ્લેટમાંથી સમાંતર પ્લેટ કેપેસીટર બનાવવામાં આવે છે. જેમાં બે પ્લેટને એકબીજાથી \(d\) અંતરે રાખવામા આવે છે. એક \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો બ્લોક તેની વચ્ચે બરાબર ફિટ થાય તે રીતે પ્લેટની ધારની નજીક મૂકેલો છે. તેને કેપેસીટરની અંદર \(F = -\frac{{\partial U}}{{\partial x}}\) જેટલા બળથી ખેચવામાં આવે છે, જ્યાં \(U\) એ જ્યારે ડાઈઇલેક્ટ્રિક કેપેસીટરની અંદર \(x\) અંતર જેટલો હોય ત્યારની કેપેસીટરની ઉર્જા છે. જો \(Q\) એ કેપેસીટર પરનો વિજભાર હોય તો જ્યારે ડાઈઇલેક્ટ્રિક અચળાંકવાળો બ્લોક પ્લેટની ધારની નજીક હોય ત્યારે તેના પર કેટલું બળ લાગતું હશે?
2014 અઘરું - 52. સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે? 2014 અઘરું
- 53. સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચે ડાઈઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે. જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક નીચે મુજબ બદલાય છે. \(K(x) = K_0 + \lambda x\) (\(\lambda =\) અચળાંક) શૂન્યાવકાશમાં કેપેસીટરનું મૂલ્ય \(C_0\) હોય તો \(C_0\)ના સ્વરૂપમાં કેપેસીટન્સ \(C\) કેટલું મળે? 2014 અઘરું
- 54. સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર \(d\) , પ્લેટનું ક્ષેત્રફળ \(A\) અને \(K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ \(C_0\) છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય \(2K\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક \(\frac{1}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(2K\) અને બીજો \(\frac{2}{3}\,A\) ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(K\) થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ \(C\) હોય તો \(\frac{C}{{{C_0}}}\) નો ગુણોત્તર કેટલો થાય? 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.