JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\omega ({R_2} - {R_1})\,\hat i\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
at \(t = 0\) \(at\,t = \frac{\pi }{{2\omega }}\)
\({\overrightarrow V _A} = {\overrightarrow V _B} = - \omega {R_1}\hat i + \omega .{R_2}\hat i\)
\( = \omega \left( {{R_2} - {R_1}} \right)\hat i\)
Physics ના વધુ પ્રશ્નો
- \(0.2 \mathrm{~mm}\) પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી \(400 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને \(100 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી મુખ્ય સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ગૌણ મહત્તમની પહોળાઈ _________થશે.JEE Mains 2024 અઘરું
- \(2R\) લંબાઇના અને \(M\) દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર \(M\) દ્રવ્યમાન અને \(R\) ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
JEE Mains 2019 અઘરું - એક માધ્યમમાં \(m= 10^{-2}\) \(kg\) દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે \(F= -kv^2\) નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ \(v_0= 10\) \(ms^{-1}\) છે.જો \(10\) \(s\) પછી તેની ઊર્જા \(\frac{1}{8}\) \(mv_0^2\) છે,તો \(k\) નું મૂલ્યJEE Mains 2017 અઘરું
- લંબાઈ 12 cm અને દળ 20 m નો એક સમાન સળિયો એક લીસી સમક્ષિતિજ ટેબલ પર રહેલો છે. બે બિંદુવત દળો m અને 2 m, v જેટલી સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં અને સળિયાના સમતલમાં જ ગતિ કરી રહ્યા છે. આ દળો સળિયા સાથે એકસાથે અથડાય છે અને તેને ચોંટી જાય છે. અથડામણ પછી આખી પ્રણાલી કોણીય આવૃત્તિ \( \omega \) સાથે ભ્રમણ કરી રહી છે. v અને \( \omega \) નો ગુણોત્તર છે:
JEE Mains 2026 મધ્યમ - યંગના બે-સ્લિટ પ્રયોગમાં \(\lambda_1\) અને \(\lambda_2\) બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. \(\lambda_1=450 \mathrm{~nm}\) અને \(\lambda_2=650 \mathrm{~nm}\) છે. \(\lambda_2\) દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે \(\lambda_1\) દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) \(\mathrm{n}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 અઘરું
- \(‘a'\) ત્રિજ્યા અને \('m’\) દળ ધરાવતો ગોળો, અચળ ગતિ \(v_{0}\) સાથે સમક્ષિતીજ સમતલને સમાંતર ગબડે છે. આ દરમ્યાન તે સમક્ષિતીજ સાથે \(\theta\) કોણે નમેલા સમતલ સામનો કરતાં તેના ઉપર ચઢે છે. જો આપણે ધારી લઈએ કે તે લપસ્યા વગર ગબડે છે તો આ ગોળો ઉપરની દિશામાં કેટલું અંતર કાપશે?
JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક નાની ધાતુની લંબચોરસ પટ્ટીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 mm અને 2.5 mm છે. 0.75 mm પિચ અને વર્તુળાકાર માપપટ્ટી પર 15 વિભાગો ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને, તમને પટ્ટીનું ક્ષેત્રફળ શોધવા માટે કહેવામાં આવે છે. આ માપનમાં, મહત્તમ સાપેક્ષ ત્રુટિ \(\frac{x}{100}\) હશે, જ્યાં \(x\) _________ છે.JEE Mains 2025 મધ્યમ
- નીચેના પરિપથમાં, એમીટરનું અવલોકન હશે :(ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ \(=4 \mathrm{~V})\) લો)
JEE Mains 2025 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(.........\,k\Omega\) છે.
JEE Mains 2023 સરળ - પ્રક્ષિપ્ત પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ સાથે \(30^{\circ}\) પર અને \(40\,ms ^{-1}\) ના શરૂઆતી વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. શરૂઆતથી \(t=2\,s\) માટે પ્રક્ષેપનો વેગ ........ હશે. \(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2023 અઘરું
- \(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\))JEE Mains 2020 મધ્યમ
- પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે?JEE Mains 2021 સરળ