JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
નીચેના પરિપથમાં પ્રત્યેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ \(25\,\Omega\) છે. નીચેના વિકલ્પોમાથી ક્યો વિકલ્પ સાચો છે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\frac{I_1}{I_2}=2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(R _{ eq }=\frac{150 \times 150}{300}+25=100 \Omega\)
\(I _1=\frac{5}{10}=0.05\,A\)
\(I _2= I _4=\frac{0.05}{2}=0.025\,A\)
\(\frac{ I _1}{ I _2}=2\)
Physics ના વધુ પ્રશ્નો
- એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે? \((g=9.8 m / s ^2\) લો.\()\)JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય. કારણ \((R)\) : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 મધ્યમ
- \(A\) પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot A / 2\) છે. તો લઘુતમ વિચલન કોણ _______ છે.JEE Mains 2024 અઘરું
- એક કણ \(A\) જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે.કણ જયારે તેની સરેરાશ અવસ્થાની \(\frac{{2A}}{3}\) જેટલા અંતરે હોય છે,ત્યારે અચાનક તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે છે.કણનો નવો કંપવિસ્તાર છે:JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.
JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(30\, cm\) અને \(3.0\, cm\) છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે?JEE Mains 2014 મધ્યમ
- આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.
JEE Mains 2022 અઘરું - \(1\) g દળનું એક વરસાદનું ટીપું \(1\) km ઊંચાઈએથી શૂન્ય વેગથી શરૂઆત કરે છે. તે જમીન પર \(5\) m/s ની ઝડપથી અથડાય છે. અજ્ઞાત અવરોધક બળ દ્વારા થયેલું કાર્ય _______ J છે. (\(g = 10\) m/s\(^2\) લો)JEE Mains 2026 મધ્યમ
- બે કાર A અને B પ્રત્યેકનું દળ \(10^3 kg\) છે. તેઓ 10 m ના અંતરે આવેલા સમાંતર પાટા પર એક જ દિશામાં \(72 km / h\) અને \(36 km / h\) ની ઝડપથી ગતિ કરી રહી છે. કાર \(B\) ની સાપેક્ષે કાર \(A\) ના કોણીય વેગમાનનું મૂલ્ય _________ J.s. છે.JEE Mains 2026 અઘરું
- બે સ્લિટ્સ \(1 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1 \mathrm{~m}\) દૂર આવેલો છે. \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈનો પ્રકાશ વપરાય છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ મહત્તમની અંદર ડબલ સ્લિટ પેટર્નના \(10\) મહત્તમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ _______ \(\times 10^{-4} \mathrm{~m}\) છે.JEE Mains 2024 અઘરું
- આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
JEE Mains 2019 અઘરું