JEE Mains · Physics · STD 11 - સદિશ
- JEE Mains 2022
- અઘરું
- સંખ્યાત્મક
એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( A\) થી \(B\) પર જાય છે. જો તે \(60\,m\) જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ \(.......m\) થશે. \(\left(\cos 135^{\circ}=-0.7\right.\) આપેલ છે.)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(47\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(d = R \theta\)
\(60= R \left(\frac{3 \pi}{4}\right)\)
\(R =\frac{60 \times 4}{3 \pi}=\frac{80}{\pi} m\)
Displacement \(=\sqrt{ R ^{2}+ R ^{2}-2 R ^{2} \cos 135}\)
\(\Rightarrow \sqrt{2 R ^{2}-2 R ^{2}(-0.7)}\)
\(\Rightarrow \sqrt{3.4 R ^{2}}=\sqrt{3.4\left(\frac{80}{\pi}\right)^{2}}\)
\(\approx 47\,m\)
Physics ના વધુ પ્રશ્નો
- એક ઉપગ્રહ ગ્રહ \(P\) ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં \(6\) ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 મધ્યમ
- \(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........JEE Mains 2021 મધ્યમ
- એક સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે આવર્તકાળ \(T\, = 0.5\, s\) અને કંપવિસ્તાર \(A\,= 1\, cm\) છે. જ્યારે પદાર્થ પોતાના સમતોલન સ્થાન પરથી અડધા કંપવિસ્તાર સુધી ગતિ કરે તે દરમિયાન તેનો સરેરાશ વેગ \(cm/s\) માં કેટલો મળે?JEE Mains 2014 મધ્યમ
- ગુપ્ત ઉષ્માનું પરિમાણીય સૂત્ર _______ છે.JEE Mains 2024 અઘરું
- બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 અઘરું - એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 મધ્યમ