JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, \(5\,\Omega\) ના અવરોધ વચ્ચે લગાવેલ વોલ્ટમીટર \(2\,V\) નું વાંચન કરે છે. વોલ્ટમીટરનો અવરોધ .......... \(\Omega\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(20\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(i_1=\frac{2\,V}{5\,\Omega}=\frac{2}{5}\,A\)
\(i=\frac{1 V}{2 \Omega}=\frac{1}{2}\,A\)
\(\therefore \text { Current through voltmeter }=i-i_1\)
\(=\frac{1}{2}-\frac{2}{5}=\frac{5-4}{10}=\frac{1}{10}\,A\)
\(\therefore \text { For voltmeter }\)
\(2=\left(\frac{1}{10}\right) R \Rightarrow R=20\,\Omega\)
Physics ના વધુ પ્રશ્નો
- બાજુ \(b\) ધરાવતાં ચોરસનાં ચાર ખૂણાઓ ઊપર \(m\) દળ ધરાવતાં અને \(a\) ત્રિજ્યા ધરાવતાં ચાર એક સરખા ઘન ગોળા ગોઠવેલા છે. ચોરસની એક બાજુ કે જ્યાં પરિભ્રમણ અક્ષ ચોરસના સમતલને લંબ હોય તેને સાપેક્ષ જડત્વની ચાકમાત્રા ............... હશે.JEE Mains 2021 અઘરું
- \(8\,V\) જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ \(20 \;\mu A\) થી \(25\;\mu A\) બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ \(4\,mA\) થી \(6\,mA\) થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ \(...............\) હશે.JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 m લંબાઈનો ધાતુનો સળિયો AB પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું ક્ષેત્રફળ 0.10 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો કુલ પરિપથનો અવરોધ \(2 \Omega\) હોય, તો સળિયાને \(1.5 m / s\) ની અચળ ઝડપ (v) થી જમણી તરફ ખસેડવા માટે જરૂરી બળ _________ N છે.
JEE Mains 2026 અઘરું - \(27^{\circ}\, C\) તાપમાને અને \(1.01 \times 10^{5} \,Pa\) દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ \((\lambda)\) ગણો. આણ્વીય વ્યાસ \(0.3\,nm\) અને વાયુ આદર્શ છે તેમ ધારો.\(\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)\) (\(nm\) માં)JEE Mains 2021 અઘરું
- \(R\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા કાળા કલરના ગોળા ની અંદર બખોલ છે જેની અંદર શૂન્યાવકાશ છે.બખોલની દીવાલનું તાપમાન \(T_0\) જાળવી રાખવામા આવેલ છે. ગોળાનું શરૂઆતનું તાપમાન \(3T_0\) છે.જો \(T\) તાપમાને રહેલ ગોળાના દ્રવ્ય માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા \(\alpha T^3\) મુજબ ફરે છે જ્યાં \(\alpha \) અચળાંક છે.તો ગોળાનું તાપમાન \(2T_0\) થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 અઘરું
- \(10\,\Omega\) નો એક એવા \(10\) અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- 200 m પહોળાઈવાળી એક નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં \(18 km / h\) ની ઝડપથી વહી રહી છે. સ્થિર પાણીમાં \(36 km / h\) ની ઝડપથી ગતિ કરતી એક હોડી નદીના એક કિનારેથી બીજા કિનારે એક પૂર્ણ-રાઉન્ડ ટ્રીપ (આવ-જા) કરે છે. આ યાત્રા માટે હોડી દ્વારા લેવાયેલો લઘુત્તમ સમય અને નદીના કિનારે થયેલું સ્થાનાંતર અનુક્રમે _________ અને _________ છે.JEE Mains 2026 મધ્યમ
- જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ \(2\, s\) હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશેJEE Mains 2021 મધ્યમ
- \(r\) ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને \(R\) ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ \(T\) અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક \(J\) હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છેJEE Mains 2021 અઘરું
- \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- એક વર્તુળાકાર ગૂંચળું \(200\) આંટા, \(2.5 \times 10^{-4} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ અને \(100 \mu \mathrm{A}\) પ્રવાહ વહન કરતું હોય, તેને \(1 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ \((\vec{M})\) એ \(\vec{B}\) ની દિશામાં હતું. ગૂંચળાને તેની પ્રારંભિક સ્થિતિમાંથી \(90^{\circ}\) દ્વારા ભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્યનું પ્રમાણ જેથી \(\overrightarrow{\mathrm{M}}\) એ \(\vec{B}\) ને લંબ બને તે _______ \(\mu \mathrm{J}\) છે.JEE Mains 2024 અઘરું
- \(10\,A\) વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને \(5\,cm\) અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતા ચુંબકીયબળનું, મૂલ્ય \(F_1\) છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતું બળ \(F_2\) કેટલું થાય ?JEE Mains 2023 મધ્યમ