JEE Mains · Physics · STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
એક પ્રકાશ-ઉત્સર્જક પદાર્થને \(\lambda_i\) તરંગલંબાઈના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે જેથી તે \(\lambda_e\) દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે તેવા વિકિરણની સૌથી લાંબી તરંગલંબાઈ \(\lambda_0\) છે. દ-બ્રોગ્લી તરંગલંબાઈ માટેનું સૂત્ર નીચે મુજબ છે :
( \(\mathrm{m}:\) ઇલેક્ટ્રોનનું દળ, \(\mathrm{h}:\) પ્લાન્કનો અચળાંક અને \(c\) : પ્રકાશનો વેગ)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\lambda_{\mathrm{e}}=\sqrt{\frac{\mathrm{h}}{2 \mathrm{mc}\left(\frac{1}{\lambda_{\mathrm{i}}}-\frac{1}{\lambda_0}\right)}}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & \mathrm{K}. \mathrm{E}=\mathrm{E}-\mathrm{W} \\ & \lambda_{\mathrm{e}}=\frac{\mathrm{h}}{\sqrt{2 \mathrm{mK} \cdot \mathrm{E}}}, \mathrm{E}=\frac{\mathrm{hc}}{\lambda_{\mathrm{i}}}, \mathrm{W}=\frac{\mathrm{hc}}{\lambda_0} \\ & \frac{\mathrm{~h}^2}{2 \mathrm{~m} \lambda_{\mathrm{e}}^2}=\frac{\mathrm{hc}}{\lambda_{\mathrm{i}}}-\frac{\mathrm{hc}}{\lambda_0} \\ & \lambda_{\mathrm{e}}=\sqrt{\frac{\mathrm{h}}{2 \mathrm{mc}\left(\frac{1}{\lambda_{\mathrm{i}}}-\frac{1}{\lambda_0}\right)}}\end{aligned}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(200\, cm\) જેટલો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને \(500\, nm\) તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગને પારખવા તેની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?JEE Mains 2019 સરળ
- 1 nC અને 2 nC ના બે બિંદુભારો 3 cm બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ પર મૂકેલા છે. 3 nCના ભારને અનંત અંતરેથી ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ પર લાવવા માટે કરેલું કાર્ય __________ \(\mu J\) છે.
\(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 N . m ^2 / C ^2\)JEE Mains 2026 અઘરું - \(50\,V\) ની ક્ષમતાનું વોલ્ટ મીટર \(10\,mA\) ની ક્ષમતાનું એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ \(54\,\Omega\) અને \(1\,mA\) પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે. \((A)\) વોલ્ટમીટર માટે \(R \approx 50\,k\,\Omega\) \((B)\) એમિટર માટે \(r \approx 0.2\,\Omega\) \((C)\) એમિટર માટે \(r =6\,\Omega\) \((D)\) વોલ્ટમીટર માટે \(R \approx 5\,k\,\Omega\) \((E)\) વોલ્ટમીટર માટે \(R \approx 500\,\Omega\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
JEE Mains 2023 મધ્યમ - \(a\) ત્રિજયાના પ્રવાહધારીત ગુંચળાના કેન્દ્ર અને અક્ષના કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ પાસેની ચુંબકીયક્ષેત્રની તીવ્રતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? \((r << a\) લો\()\)JEE Mains 2021 અઘરું
- બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું \(\frac{4}{5}\) ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે?JEE Mains 2019 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગરગડી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે \(2 \mathrm{~kg}\) અને \(4 \mathrm{~kg}\) દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા \(4.0 \times 10^{-5} \mathrm{~m}\) અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2\) છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ \(\frac{1}{\alpha \pi}\) હોય તો, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(\left( P _{1}, V _{1}\right)\) એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ \((A\) થી \(B)\) કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય \(( B \rightarrow C )\) ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા \((C\) થી \(A)\)તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
JEE Mains 2021 અઘરું - અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow E = {E_0}\hat i + 2{E_0}\hat j\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(E_0\, = 100\, N/C\) છે. \(Y-Z\) સમતલને સમાંતર રહેલી \(0.02\, m\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2014 અઘરું