ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એકસમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  1. A ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ અક્ષની આસપાસ વર્તુળાકાર હશે.
  2. B ઇલેક્ટ્રોન અક્ષની દિશામાં પ્રવેગિત થશે.
  3. C ઇલેક્ટ્રોન અક્ષની સાથે 45°ના ખૂણે બળ અનુભવશે. જેથી સર્પિલાકાર ગતિમાર્ગ ધારણ કરશે.
  4. D ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એકસમાન વેગથી ગતિ ચાલુ રાખશે..
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષની દિશામાં એકસમાન વેગથી ગતિ ચાલુ રાખશે..

Step-by-step Solution

Detailed explanation

D
પ્રવાહધારિત સોલેનોઇડની અંદર ઇલેક્ટ્રોન તેની અક્ષની દિશામાં સમાન વેગથી ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર હંમેશાં અક્ષની દિશામાં હોય છે. આમ, ઇલેક્ટ્રોનનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર બને છે. આથી, તેમની વચ્ચેનો ખૂણો \(\theta=0^{\circ}\)
\(\begin{array}{l} F =q v B \sin \theta \\ F =e v B \sin 0^{\circ} \\ F =0\left(\because \sin 0^{\circ}=0\right)\end{array}\)
આમ, ઇલેક્ટ્રોન પર લાગતું બળ શૂન્ય થાય છે. ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ ઇલેક્ટ્રોન સમાન વેગથી સોલેનોઇડની અક્ષની દિશામાં ગતિ ચાલુ રાખશે.
From GUJCET
Explore more questions on app