ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics

હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે. તો -

  1. A પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત હોય છે અને પરાવર્તન કોણ \(60^{\circ}\) ની નજીક હોય છે
  2. B પરાવર્તિત પ્રકાશ આંશિક રીતે ધ્રુવીભૂત હોય છે અને પરાવર્તન કોણ \(30^{\circ}\) ની નજીક હોય છે
  3. C પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત હોય છે જેમાં પરાવર્તન અને વક્રીભવન કોણ અનુક્રમે \(60^{\circ}\) અને \(30^{\circ}\) ની નજીક હોય છે
  4. D વક્રીભૂત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત હોય છે જેમાં વક્રીભવન કોણ \(30^{\circ}\) ની નજીક હોય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત હોય છે અને પરાવર્તન કોણ \(60^{\circ}\) ની નજીક હોય છે

Step-by-step Solution

Detailed explanation

જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત હોય છે.
બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ કરતા
\(\begin{array}{l}\mu=\tan \left(i_p\right) \\ 1.73=\tan \left(i_p\right) \\ i_p=60^{\circ}\end{array}\)
પરાવર્તનના નિયમ અનુસાર,
\(i_p=r=60^{\circ}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app