ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 2. Biology classification

વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A A, C, E, B, D
  2. B C, E, A, D, B
  3. C A, C, E, D, B
  4. D C, E, A, B, D
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) C, E, A, D, B

Step-by-step Solution

Detailed explanation

આર.એચ. વ્હીટેકર દ્વારા આપવામાં આવેલી સૃષ્ટિઓમાં શરીર આયોજનની જટિલતાનો વધતો ક્રમ નીચે મુજબ છે-
C. મોનેરા-પોલિસેકેરાઇડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
\(\downarrow\)
E. પ્રોટિસ્ટા - એકકોષીય સુકોષકેન્દ્રીય સજીવો.
\(\downarrow\)
A. ફૂગ - કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
\(\downarrow\)
D. વનસ્પતિ સૃષ્ટિ - પેશીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
\(\downarrow\)
B. પ્રાણી સૃષ્ટિ - પેશી અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ
સાચો ક્રમ \(C, E, A, D, B\) છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app