NEET · Biology · STD 11 - 4. Animal kingdom
સંશોધકોના એક જૂથે માછલી જેવા કેટલાક પ્રાણીઓ મેળવ્યા અને તપાસ કરતાં નીચેના લક્ષણો જોવા મળ્યા:
A. અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હતું.
B. બાહ્ય પરોપજીવી, કારણ કે તેઓ તેમના વર્તુળાકાર ચૂષક મુખ વડે માછલીની ત્વચા પર ચોંટેલા જોવા મળ્યા.
C. યુગ્મ મીનપક્ષો અને ભીંગડા ગેરહાજર હતા, પરંતુ 7 જોડ ઝાલર ફાટો હાજર હતી.
નીચેનામાંથી કઈ પ્રાણી પ્રજાતિ આ લક્ષણો સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસતી હોવાનું તેમને લાગ્યું?
- A સ્કોલીઓડોન જાતિ.
- B પેટ્રોમાયઝોન જાતિ. (લેમ્પ્રી)
- C એકઝોસીટસ જાતિ.
- D બ્રેકીયોસ્ટોમા જાતિ.
Answer & Solution
Correct Answer
(B) પેટ્રોમાયઝોન જાતિ. (લેમ્પ્રી)
Step-by-step Solution
Detailed explanation
(B) પેટ્રોમાયઝોન જાતિ. (લેમ્પ્રી)
આપેલા લક્ષણો ક્લાસ સાયક્લોસ્ટોમાટા (ચૂષમુખા) ના છે.
આ વર્ગના સભ્યો કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવી હોય છે. તેઓ 6 − 15
ધરાવતું વિસ્તૃત શરીર ધરાવે છે. સાયક્લોસ્ટોમ્સ (ચૂષમુખા) જડબા વગરનું ચૂષક અને વર્તુળાકાર મુખ ધરાવે છે.
તેમનું શરીર ભીંગડાં અને યુગ્મ મીનપક્ષોથી વિહીન હોય છે.
ખોપરી અને મેરુદંડ કાસ્થિમય હોય છે.
પેટ્રોમાયઝોન (લેમ્પ્રી) અને મિક્સિન (હેગફિશ) ક્લાસ સાયક્લોસ્ટોમાટા (ચૂષમુખા) ના ઉદાહરણો છે.
સ્કોલિયોડોન ક્લાસ કોન્ડ્રિક્થીસ (કાસ્થિમત્સ્ય) નો સભ્ય છે.
એક્ઝોસીટસ ક્લાસ ઓસ્ટિચ્થીસ (અસ્થિમત્સ્ય) નો સભ્ય છે.
બ્રેન્કિઓસ્ટોમા સબફાઈલમ સેફાલોકોર્ડેટા (શીર્ષમેરુદંડી) નો સભ્ય છે.
આમ, પેટ્રોમાયઝોન sp. આપેલા લક્ષણો સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસે છે.

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- નીચેનામાંથી કયો એક પુખ્ત નર પેરીપ્લાનેટા અમેરિકાના માં શ્વસન દરમિયાન હવા અથવા \(O_2\) દ્વારા અનુસરવામાં આવતા માર્ગો પૈકીનો એક છે, જ્યારે તે પ્રાણીના શરીરમાં પ્રવેશે છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન સરળ સ્નાયુની પ્રકૃતિને ખોટી રીતે રજૂ કરે છે ?NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : અંજીરનું ફળ માંસાહારી ફળ છે કારણ કે તેમાં અંદર અંજીરની વાસ્પ બંધાયેલી હોય છે.
વિધાન II : અંજીરની વાસ્પ અને અંજીરનું વૃક્ષ પરસ્પર સહજીવન સંબંધ દર્શાવે છે કારણ કે અંજીરની વાસ્પ તેનું જીવનચક્ર અંજીરના ફળમાં પૂર્ણ કરે છે અને અંજીરનું ફળ અંજીરની વાસ્પ દ્વારા પરાગિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?NEET 2017 Medium
- જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,\(STP\)એ રહેલ \(4.5\,Kg\)પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ \(.......m ^{3}\) હશે.NEET 2022 Easy
- નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
- હાઈડ્રોજન પરમાણુની \(n\) મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ............. થાયNEET 2020 Easy
- નીચેનામાંથી બિન-આવશ્યક એમિનો એસિડ કયો છે ?NEET 2019 Medium
- નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઈન વિટ્રો પરિસ્થિતિમાં થતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિની છે?NEET 2014 Medium